Thursday 24 December 2015

લોકો ભલે આપણને શૂન્ય સમજે આપણે બીજાના મૂલ્યમાં અનેકગણો વધારો કરી શકીશું.

એકવખત એક ગણિતશાસ્ત્રીએ આંકડાઓની મીટીંગ રાખી. મીટીંગમાં 0 થી 9 નંબરને બોલાવવામાં આવ્યા. બધા મીટીંગમાં આવ્યા પરંતુ 0 ન દેખાયો. ગણિતશાસ્ત્રીએ મીટીંગ શરૂ કરતા પહેલા હાજરી લીધી તો ખબર પડી કે 0 ગેરહાજર છે. કોઇએ કહ્યુ કે એણે 0 ને આવતા તો જોયો હતો. ગણિતશાસ્ત્રીએ 2 અને 4 ને તપાસ કરવા માટે મોકલ્યા. 2 અને 4 એ બહાર શોધ ચાલુ કરી. એક ઝાડની નીચે 0 નિરાશ થઇને બેઠો હતો. 2 અને 4 એની પાસે પહોંચી ગયા અને કહ્યુ કે તને સર બોલાવે છે ચાલ. 0 મીટીંગમાં આવવાની ના પાડી એટલે 2 અને 4 એને ટીંગાટોળી કરીને મીટીંગમાં લઇ આવ્યા. ગણિતશાસ્ત્રીએ 0 ને પુછ્યુ , “ તું કેમ મીટીંગથી દુર ભાગે છે?” 0 એ નીચુ મોઢુ રાખીને કહ્યુ , “ સર, હું શૂન્ય છું મારી કોઇ જ કિંમત નથી એટલે હું ખુબ જ અપસેટ છુ અને આથી મીટીંગમાં આવવામાં મને બહું જ ડર લાગતો હતો.
ગણિતશાસ્ત્રીએ 0 ને પ્રેમથી પોતાની પાસે બોલાવ્યો. એના માથા પર હાથ ફેરવ્યો અને બાકીના બધા નંબરને પુછ્યુ , “ આની કિંમત છું છે ?” બધાએ એક સાથે મોટા અવાજે જવાબ આપ્યો , “શૂન્યપછી ગણિતશાસ્ત્રીએ 1 ને ઉભો કર્યો અને પુછ્યુ , “ આની કિંમત શું છે ?” બધાએ જવાબ આપ્યો , “ એકગણિતશાસ્ત્રીએ 0 પાસે આવીને એને પ્રેમથી કહ્યુ , “ બેટા તુ 1ની જમણીબાજુ જઇને ઉભો રહી જા” . શૂન્ય એકની જમણીબાજુ જઇને ઉભો રહ્યો એટલે ગણિતશાસ્ત્રીએ પુછ્યુ , “ હવે , બોલો આની કિંમત શું છે ?” બધા ફરીથી મોટા અવાજે બોલ્યા , “ દસહવે ગણિતશાસ્ત્રીએ 0 ને સંબોધીને કહ્યુ , “ જો શૂન્ય , નંબર એકનું પોતાનું એકલાનું એટલુ બધુ મૂલ્ય નથી. પણ જ્યારે તું આવીને એની બાજુમાં ઉભો રહ્યો તો એનું મૂલ્ય સીધુ જ 10 ગણું વધી ગયું. તું ઇચ્છે તો એકના મુલ્યને દસ , સો , હજાર , લાખ કે કરોડ ગણુ પણ કરી શકે.બસ તે દિવસથી શૂન્યની હતાશા જતી રહી એને સમજાય ગયુ કે તે જો પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવે તો એ કલ્પનાતિત કામ કરી શકે તેમ છે. આપણે પણ આપણી ભૂમિકા યોગ્ય રીતે ભજવીએ તો લોકો ભલે આપણને શૂન્ય સમજે આપણે બીજાના મૂલ્યમાં અનેકગણો વધારો કરી શકીશું.

No comments: