Thursday 24 December 2015

ઇશ્વરનું અસ્તિત્વ

ન્યુટનનો એક મિત્ર એક દિવસ ન્યુટનને મળવા માટે આવ્યો. ન્યુટને આ સમય દરમિયાન સૌરમંડળનું સરસ મજાનું મોડલ બનાવ્યુ હતું. પેલો મિત્ર આ મોડેલને ધ્યાનથી જોતો હતો અને ન્યુટન બાજુમાં બેસીને કંઇક લખી રહ્યા હતા. પેલા મિત્રએ સૌરમંડળના આ મોડેલનું હેન્ડલ ફેરવ્યુ અને બ્રહ્માંડ ફરવા લાગ્યું. બધા જ ગ્રહો પોતાના પરિભ્રમણ પટ્ટામાં એકબીજાથી યોગ્ય અંતરે યોગ્ય રીતે ફરી રહ્યા હતા પેલો મિત્ર તો થોડીવારઅવાચક બનીને જોઇ જ રહ્યો.એણે આશ્વર્ય સાથે ન્યુટનને પુછ્યુ , " યાર , આ મસ્ત મોડલ કોણે બનાવ્યું છે ? "ન્યુટને વાંચતા વાંચતા જ જવાબ આપ્યો , " કોઈએ નહી."પેલાને થયુ કે કાં તો ન્યુટનને સંભળાયુ નથી અને કાં સમજાયુ નથી એટલે બીજીવાર પુછ્યુ કે ભાઇ હું તને એ પુછુ છુ કે આ બ્રહ્માંડનું આવું સરસ મોડલ કોણે બનાવ્યુ છે? ન્યુટને ફરીથી એ જ જવાબ આપ્યો કે કોઇએ નહી.હવે પેલા મિત્રથી ના રહેવાયુ એટલે એણે ગુસ્સા સાથે કહ્યુ અરે કેવી ગાંડા જેવી વાત કરે છે કોઇએ નથી બનાવ્યુ તો આ મોડલ આપોઆપ બની ગયુ છે ? કોઇક તો હશે ને જેને આ મોડલ બનાવ્યુ હોય ?ન્યુટનએ પોતાના ભગવાનમાં ન માનનારા અને બ્રહ્માંડની રચના માત્ર એક ધડાકાથી થયેલી છે એવો મત ધરાવતા આ મિત્રને કહ્યુ , " મારા વ્હાલા દોસ્ત , આ એક નાનુ મશીન પણ કોઇકે તો બનાવ્યુ જ છે એનો તને પુરેપુરો વિશ્વાસ છે અનેઆવડુ મોટું વાસ્તવિક બ્રહ્માંડ માત્ર એમ જ બની ગયુ છે એવું તું માને છે. આ બ્રહ્માંડના રમકડાનો કોઇક સર્જક છે તો શું આ વાસ્તવિક બ્રહ્માંડ એમ જ બની ગયુ હશે?આ એક જ ઘટનાએ પેલા મિત્રના મનમાં ગઝબનું તોફાન મચાવ્યુ અને એ તોફાન એને ઇશ્વરના અસ્તિત્વ પ્રત્યેની દ્રઢ આસ્થા તરફ ખેંચી ગયુ.

No comments: