Wednesday 16 December 2015

પરમશક્તિને અનુભવવી સાવ સરળ છે !!!!!!!!! અને ત્યાં સુધી પહોંચવાનું બહું મુશ્કેલ પણ નથી!!!!!!!!!!!!!!!!!!

આંધ્રપ્રદેશના ગુન્તુર જીલ્લાના એક નાના એવા ગામમાં એક સામાન્ય સ્થિતીનો ખેડુત રહેતો હતો. આ ખેડુત ગરિબ હતો પણ સુખી હતો કારણ કે સુખને અમિરી સાથે નહી પણ સંતોષ સાથે સંબંધ છે. એક દિવસ કોઇ ફકીર આ ખેડુતના મહેમાન બન્યા અને ફકીરે કહ્યુ કે આવી સાવ કંગાલ જીંદગી શું જીવે છે આ હીરા ( diamond ) નો પ્રદેશ છે તું હિરા શોધવાના શરુ કર માલામાલ થઇ જઇશ.

તે રાતે પેલો ખેડુત ઉંધી ના શક્યો એને પેલા હિરા મેળવવાની મહ્ત્વકાંક્ષા જાગી. જ્યારે મહત્વકાંક્ષા જાગે ત્યારે ઉંઘ ઉડી જ જાય. એ ખેડુતે પોતાનું નાનુ એવું ખેતર હતુ તે તથા મકાન વેંચીને હિરા શોધવા નિકળી પડ્યો. હિરા તો ના મળ્યા પણ પાસેનું ધન ખલાસ થઇ ગયુ અને એ એક સામન્ય ભિખારીની મોતે મર્યો. અમુક વર્ષો બાદ પેલા ફકીર ફરીથી આ ગામમાં આવ્યા અને આ ખેડુતના ઘેર ગયા. ત્યાં તો નવો માલિક રહેતો હતો એણે ફકીરને બધી વાત કરી કે એ ખેડુતતો ઘણા વર્ષો પહેલા આ મકાન મને વેંચીને જતો રહ્યો છે અને સમાચાર તો એવા છે કે હવે તો એ મૃત્યું પણ પામ્યો છે.
આ ખેડુત એટલે ગોલકુંડા ગામનો અલી હસીસ.

મિત્રો આપ જાણતા જ હશો કે વિશ્વનો સૌથી કિંમતી હીરો " કોહિનૂર" જે ખાણમાંથી મળ્યો એ ખાણ આ અલી હસીસના ખેતરમાં જ હતી. હિરો પોતાના ખેતરમાં જ હતો પોતાની સાવ નજીક હતો અને છતાય એ દુર દુર શોધતો રહ્યો અને કંઇ પણ મેળવ્યા વગર જ મૃત્યું પામ્યો.
ભગવાનની શોધમાં જે માણસ દુર નીકળી જાય છે તે અલી હસિસની જેમ ભટકી જાય છે. પરમાત્મા ત્યાં જ છે ત્યાં આપણે છીએ. ખોટા છે એ લોકો જે કહે છે કે ભગવાન દુર છે ! જો એ દુર હોય તો આપણી પાસે છે આપણી આસ-પાસ છે એ કોણ છે?
ઉનાળાના આકરા તાપમાં કડવા લિંબડાના ખુણા માખણ જેવા પ્રત્યેક પાનમાં કોણ છે ?

પિસ્તોલ બતાવવા છતા ખડખડાટ હસતા નાના બાળકના નિર્દોષ હાસ્યમાં કોણ છે ?
આપણી આસ-પાસ હાલતા-ચાલતા આ અનેક માણસો પશુઓ પક્ષીઓમાં કોણ છે ?
આપણા પોતાના આ અજબ-ગજબના શરીરમાં કોણ છે ? અરે આપણા આ પ્રત્યેક શ્વાસમાં કોણ છે ?
મિત્રો પરમશક્તિને અનુભવવી સાવ સરળ છે !!!!!!!!! બહું વધુ નહી આ ઉપર કહી એ બાબતને હવે ધ્યાનથી જો જો તમને પોતાને પણ અનુભવ થશે.
દ્રાક્ષ સુધી ન પહોંચનારા શિયાળીયાઓ તો બોલે કે દ્રાક્ષ ખાટી છે. એટલે કંઇ દ્રાક્ષ ખાટી ના થઇ જાય? એ તો જેણે મીઠી દ્રાક્ષનો અનુભવ કર્યો હોય એવા સત્પુરુષની સાથે રહીએ ત્યારે સમજાય કે દ્રાક્ષ તો મીઠી મધ જેવી છે અને ત્યાં સુધી પહોંચવાનું બહું મુશ્કેલ પણ નથી!!!!!!!!!!!!!!!!!!

No comments: