Wednesday 16 December 2015

ભગવાન અને આપણા શાસ્ત્રો પણ આપણને સમજાવે છે!!!!!!!!!!!!!!!!!

આપણને સૌને સજ્જનો અને સ્વજનો દ્વારા શિખવાડવામાં આવે છે કે ગાળ બોલવી નહી ગાળ બહું જ ખરાબ છે. ગાળ બોલવાના કોઇ વર્ગો ચાલતા નથી, ગાળ ક્યાંય શિખવાડવામાં આવતી નથી, ગાળને શબ્દકોષમાં પણ સ્થાન નથી તો પછી હજારો વર્ષોથી આ ગાળ ટકી રહી છે એનું કારણ શું ?

વાસ્તવમાં ગાળની ખુબ જ જરુર છે. જો આ ગાળ સમાજમાંથી જશે તો સેંકડો ખુન થશે. ગાળ માણસને સુસંસ્કૃત બનાવે છે. માણસ સમાજમાં રહે છે અને સાધુ નહી માણસ છે આથી સ્વાભાવિક છે કે તેને ગુસ્સો આવવાનો જ છે. આવી રીતે જ્યારે કોઇને ગુસ્સો આવ્યો હશે અને હાથમાં હથિયાર લઇને બીજા પર તુટી પડવાનો હશે ત્યારે સભ્ય માણસે એને કહ્યુ હશે કે તું આ શું કરે છે ? એને મારવાને બદલે ગાળ આપ એટલે તારો ગુસ્સો ઓછો થઇ જશે. માણસને જ્યારે ગુસ્સો આવે ત્યારે કં તો તે હાથમાં દંડો લે , કાં તો ગાળ આપે કારણ કે તેને ગુસ્સો ઠાલવવો છે. દંડો બીજાને નુકસાન કરે, કોઇનું જીવન બગાડે પણ ગાળથી ગુસ્સો જાય અને બીજાને નુકસાન પણ ન થાય.
ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને ગાળ દેતા શિખવાડ્યું છે. સાંભળીને આંચકો લાગે એવી વાત છે ને ! પણ આ વાસ્તવિકતા છે. જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે અર્જુનના ગાંડીવનું અપમાન કર્યુ ત્યારે અર્જુન એવો ગુસ્સે થયો કે એ પોતાના સગા મોટા ભાઇને મારી નાખવા તૈયાર થયો ત્યારે કૃષ્ણએ અર્જુનને કહેલું કે ધર્મરાજને હથિયારથી મારવાના બદલે શબ્દોથી માર મોટા માણસોને શબ્દો મારીએ તો પણ એ મરી જાય. અને અર્જુને ગાળો આપવાનો આ રસ્તો અપનાવ્યો. અર્જુનનો ગુસ્સો ઉતરી ગયો અને ધર્મરાજનું જીવન પણ બચી ગયુ.
જે મહાન ઋષિઓએ આપણને જીવન જીવવાના અદભુત સિધ્ધાંતો આપ્યા છે એ ઋષિઓ પણ ગાળો બોલતા. સામાન્ય માણસ બોલે એ ગાળ કહેવાય અને ઋષિમુનિઓ બોલે એને શાપ કહેવાય. પહેલા ઋષિમુનિઓ શાપ આપતા આ શાપ પણ એક પ્રકારની ગાળ જ છે ને જે ગુસ્સો આવે ત્યારે બોલાઇ જતી અને ગુસ્સો જતો રહે પછી એ શાપનું નિવારણ કેમ થાય એની વિધી પણ સમજાવતા. 

મિત્રો હું ગાળની તરફેણ કરું છુ એવું નથી પણ ગુસ્સાને દાબી રાખ્વો કે હથિયાર દ્વારા વ્યકત કરવો એના કરતા ગાળ દઇને વ્યક્ત કરવો વધુ સારુ એવું આપણા ભગવાન અને આપણા શાસ્ત્રો પણ આપણને સમજાવે છે!!!!!!!!!!!!!!!!!

No comments: