Thursday 24 December 2015

આપણું કામ ઇતિહાસ બનાવવાનું છે લખવાનું કામ તો બીજા કરશે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતની સ્વતંત્રતા ઝંખતા વિરલાઓ પૈકીનાએક હતા અને એટલે જ એમને આઝદહિંદ ફોઝની રચના કરેલી હતી. ધીમે ધીમે આઝાદ હિંદ ફોઝ પોતાના લક્ષ્ય તરફઆગળ વધી રહી હતી.એક વખત સુભાષચંદ્ર પોતાની આ ફોઝના સૈનિકો સાથે બેઠા હતા અને સામાન્ય વાતો ચાલતી હતી.બહુ ટુંકા સમયમાં આઝાદ હિંદ ફોઝ ક્યાંથી ક્યાં પહોંચી તેની વાત નીકળી એટલે એક સૈનિકે કહ્યુ કે નેતાજી આપણે આઝાદ હિંદ ફોઝનો ઇતિહાસ લખવો જોઇએ આ સૈનિકની વાત બીજાને પણ ગમી એટલે બાકીના બધાએ પણ એ વાતમાં પોતાનો સુર પુરાવ્યો.નેતાજી કંઇ જ ના બોલ્યા માત્ર મંદ મંદ હસતા રહ્યા. સૈનિકો નેતાજીનું આ હાસ્ય જોઇને મુંઝાયા ને હસવાનું કારણ પુછ્યુ ત્યારે નેતાજીએ હસતા હસતા કહ્યુ, " મારા ભાઇઓ તમારી વાત બીલકુલ સાચી છે. પરંતું હું કામ કરવામાં માનનારો માણસ છું માત્ર સપનાઓ જોનારો કે કલ્પનાના જગતમાં વિહરનારો નથી પહેલા આપણે આપણા કામ દ્વારા આઝાદ હિંદ ફોઝનો ઇતિહાસ બનાવીએ અને પછી એ લખવા માટે એક નહી બીજા અનેક લોકો પ્રેરાશે અને લખશે પણ ખરા."આપણું કામ ઇતિહાસ બનાવવાનું છે લખવાનું કામ તો બીજા કરશે."

No comments: