Friday 18 December 2015

પોતાની જાત સાથે સંવાદ કરજો જરા!!!!!!!!!!!!!!

એક રાજાએ પોતાના રાજ દરબારમાં જુદા જુદા વર્ગોના પ્રતિનિધીઓનેસ્થાન આપ્યુ હતું. કોઇએ રાજાનું ધ્યાન દોર્યુ કે આપે બધા જ વર્ગોના પ્રતિનિધીઓ આપના રાજદરબારમાં રાખ્યા છે પરંતું મુરખાઓના કોઇ પ્રતિનિધીને સ્થાનઆપેલું નથી.રાજાએ મુર્ખાના પ્રતિનિધી માટે શોધ આદરી અને એક મોટો મુર્ખ મળી પણ ગયો એને રાજા સમક્ષ લાવવામાં આવ્યો એટલે રાજાએ કહ્યુ , " જો ભાઇ , મુર્ખાઓના પ્રતિનિધી તરીકેઆજથી તને નિમણૂંક આપવામાં આવે છે. તને એક ઓળખકાર્ડ આપવામાં આવશે તારે આ ઓળખકાર્ડ ગળામાં નાખીને રોજ રાજદરબારમાં આવવાનુંતારા રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા રાજય તરફથી કરવામાં આવશે અને આ ઉપરાંત પગાર પણ આપવામાં આવશે."પેલા મુર્ખાને તો આ બહું ગમ્યુ. એણે પ્રતિનિધી બનવા માટે હા પાડીઅને પુછ્યુ , " મારી આ નોકરી ક્યાં સુધી ચાલશે ? " રાજાએ કહ્યુ, " જ્યાં સુધી તારા કરતા મોટો મુર્ખો ના મળે ત્યાં સુધી."અમુક સમય પછી રાજા ગંભીર બીમારીમાં સપડાયો અને મરણ પથારીએ પડ્યો. પેલો મુરખાઓનો પ્રતિનિધી રાજાની ખબર પુછવા ગયો." રાજા સાહેબ , કેમ આપ પથારીમાં સુતા છો?"" ભાઇ , મારે લાંબી યાત્રાએ જવું છે એટલે થોડો આરામ કરું છું."" ઓહ , કેટલા દિવસની યાત્રાએ જવાના છો ?"" બહું જ લાંબી યાત્રા છે , અહિંથી ગયા પછી પાછો આવવાનો જ નથી."" તો , તો અમને બધાને પણ સાથે લઇ જવાના હશે ને ?"" ના, ભાઇ કોઇને સાથે લઇ જવાના નથી સાવ એકલો જ જવાનો છું."" અમને સાથે ના લઇ જાવ તો કંઇ નહી પણ આ બધી સંપતી તો સાથે લઇને જશોને જેથી રસ્તામાં તકલીફ ના પડે ?"" અરે ના, કોઇ સંપતિ પણ સાથે લઇ નથી જવી."" તમે અમને સાથે નથી લઇ જવાના , સંપતિ સાથે નથી લઇ જવાના , પરિવારસાથે નથી લઇ જવાના અને સાવ એકલા જજવાના છો તો પછી રાજા સાહેબ આપે આયાત્રાની પુરેપુરી તૈયારી કરી લીધી હશે કેમ બરોબર ને ! "રાજાએ ઉદાસ ચહેરે કહ્યુ , " ના , ભાઇ હું આ લાંબી યાત્રાની કોઇ જ તૈયારી કરી શક્યો નથી."પેલા મુર્ખાઓના પ્રતિનિધીએ પોતાના ગળામાં રહેલુ ઓળખ કાર્ડ કાઢીએ ફટાક કરતું રાજાના ગળામાં પહેરાવ્યુ અને કહ્યુ ," આપણે શરત હતી કે મારા કરતા મોટો મુરખ મળે તે દી હું નોકરીમાંથી છુટો. રાજા સાહેબ આપના જેવો બીજો મોટો મુરખ બીજો ક્યો હોય જે આવી યાત્રાની કોઇ તૈયારી કરી જ નથી શક્યો."માત્ર પોતાના માટે જ નહી બીજાના માટે પણ થોડું જીવીને લાંબી યાત્રાની કંઇ તૈયારી કરી છે ? કે આપણે પણ રાજા જેવા મહામુર્ખ જ છીએ ......જાત સાથે સંવાદ કરજો જરા!!!!!!!!!!!!!!

No comments: