Thursday 24 December 2015

બાધાઓ કે માનતાઓ રૂપી ગમે એટલા દાખલા ગણો તો પણ સફળતા ન મળે.

એક મલ્ટીનેશનલ કંપનીના અત્યંત મહત્વના સ્થાન પર યોગ્ય વ્યક્તિની નિમણૂંક કરવાની હતી. આ જગ્યા ખુબ મહત્વની હોવાથી ઘણા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવા અરજી ક તમામ ઉમેદવારોને એક ચોક્કસ દિવસે બોલાવવામાં આવ્યા અને એક મોટા હોલમાં બેસાડવામાં આવ્યા. ઉમેદવારોના હાથમાં એક નોટબુક અને એક પેન આપવામાં આવી અને કહેવામાં આવ્યુ કે આપ બધાને એક પ્રશ્નપત્ર આપવામાં આવશે. આ પ્રશ્નપત્રમાં જુદા જુદા દાખલાઓ આપવામાં આવ્યા છે. આ દાખલાઓના જવાબ સાચા હોય એ વ્યક્તિ દરવાજા સામે આવીને સાચા જવાબો બોલી જાય તો દરવાજો આપો આપ ખુલી જશે અને જો જવાબ ખોટા હશે તો દરવાજો નહી જ ખુલે. જે વ્યક્તિ દરવાજો ખોલવામાં સૌથી પહ થાય તેને કંપનીના મહત્વના સ્થાન પર નિયુક્ત કરવામાં આવશે. બધાને ઉત્સુકતા હતી કે કેવા દાખલા પુછ્યા હશે ? હોલના મુખ્ય દરવાજાના તાળા સાથે સાચા જવાબોને
ઓડીયો પાસવર્ડથી કેવી રીતે સેટ કર્યા હશે? હજુ તો આગળ કંઇ વધુ વિચારે એ પહેલા બધાને ફટાફટ પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું. બધા દાખલા ગણવામાં લાગી ગયા. કોઇને જવાબ મળી ગયા તો એ રાજી થતા થતા દરવાજા સામે આવીને ઉભા રહી જવાબ પણ બોલી ગયા પણ દરવાજો ખુલ્યો નહી એટલે પોતાના જવાબો સુધારવામાં પાછા કા લાગી ગયા. એક ઉમેદવાર દાખલા ગણવાનું છોડીને સીધો જ દરવાજા પાસે પહોંચી ગયો. થોડીવાર દરવાજાનું નિરિક્ષણ કર્યુ અને પોતાના હાથથી જ દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખુલી ગયો અને એ માણસને કંપનીના મહત્વના પદ પર નિયુકત કરવામાં આવ્યો. કારકિર્દી રૂપી દરવાજો માત્ર અને માત્ર શ્રમ રૂપી ધક્કો મારવાથી જ ખુલે છે. બાધાઓ કે માનતાઓ રૂપી ગમે એટલા દાખલા ગણો તો પણ સફળતા ન મળે.

No comments: