એક ગામ હતું. આ ગામમાં આવેલી એક શાળામાં કાતિલ ઠંડીથી બચવા માટે અને શાળાને હુંફાળી રાખવા માટે એક ચુલો રાખવામાં આવેલો હતો. ગ્લેન નામના એક છોકરાને રોજ વહેલા આવીને આ ચુલામાં કોલસા ભરીને પેટાવવાની જવાબદારી સોંપેલી હતી. એકદિવસ ગ્લેન તેના મોટાભાઇ ફ્લોઇડ સાથે ચુલો પેટાવવા માટે વહેલી સવારે શાળાએ આવ્યો. કોઇએ કેરોસીનના કેનની જગ્યાએ ભુલથી ગેસોલીનનુ કેન રાખી દીધેલુ જેના કારણે આગલાગી જેમાં 13 વર્ષનો ફ્લોઇડ મૃત્યુ પામ્યો અને 8 વર્ષનો ગ્લેન બચી ગયો.
ગ્લેનના બંને પગ ગંભીરરીતે દાઝી ગયા હતા. બેભાન અવસ્થામાં ગ્લેનને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો. ડોકટરોએ નીદાન કરીને કહ્યુ કે આ છોકરો હવે એની જીંદગીમાં ક્યારેય એના પગ પર ઉભો નહી રહી શકે. ગ્લેનનો કમર નીચેનો ભાગ નિર્જીવ થઇ ગયો હતો.
ગ્લેન ડોકટરની આ વાત સ્વિકારવા તૈયાર નહોતો એને ભગવાન પર ખુબ શ્રધ્ધા હતી.બીજાની મદદ વગર કંઇ જ ન કરી શકતા ગ્લેને એના માતા-પિતાને કહ્યુ , " હું મારા પગ પર ચાલતો થઇશ ભગવાન મને તે માટે મદદ કરશે." ગ્લેનને માતા-પિતાનો સહકાર મળ્યો. એની માતા રોજ એના પગ પર માલીશ કરી આપતી. કલાકો સુધી એ અમુક પ્રકારની કસરત કરતો રહેતો.
કોઇ પરિણામ ન મળવા છતા પણ નિરાસ થયા વગર એણે પ્રયાસો ચાલુ રાખ્યો. ઘરના ફળીયામાં પગને ઢસડીને , ખેંચીને ચાલવાની શરુઆત કરી. ધીમે ધીમે એની હીંમત અને મહેનતને લીધે એ લંગડાતા- લંગડાતા ચાલતા શીખ્યો. બે વર્ષની સખત મહેનત બાદ એ પોતાના પગ પર ચાલતો થયો. હવે તો એણે દોડવાની પણ શરુઆત કરી અને દોડ સ્પધાઓમાં ભાગ લેવાનું ચાલુ કર્યુ.
25 વર્ષની ઉંમરે 1934માં ગ્લેન કનિંગહામે વિશ્વ ઓલંપિકમાં માત્ર 4 મીનીટ 6 સેકન્ડમાં 1 માઇલ દોડીને વિશ્વવિક્રમ બનાવ્યો. 1936માં એણે પોતાનો જ રેકોર્ડ તોડીને 4મીનીટ અને 4 સેકન્ડમાં આ દોડ પુરી કરીને નવો વિક્ર્મ સ્થાપ્યો જે 1954 સુધી અકબંધ રહ્યો.
દ્રઢ મનોબળ હોય તો કંઇજ અશક્ય નથી.પોતાની જાત પરની શ્રધ્ધા અને હકારાત્મક વિચારસરણીથી માણસ જે ધારે તે કરી શકે છે.
No comments:
Post a Comment